સાબરકાંઠામાં ખેડૂતોને બટાટાના પાછોતર સુકારાના લક્ષણો અને તેના નિયંત્રણના પગલા લેવા બાબતે સૂચન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબારકાંઠા જિલ્લામાં 28 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણમાં અસામાન્ય પલટો આવેલો છે. જેના કારણે બટાટા પાકમાં લેટ બ્લાઈટ એટલે કે, પાછોતરા સુકારાના લક્ષણો બટાટાના પાકમાં દેખાય છે. સામાન્ય રીતે આ રોગ જ્યારે વાતાવરણમાં 95 %થી વધારે ભેજ હોય ત્યારે જ આવે છે, પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ. ત્યારે ફિલ્ડના માઈક્રો કલાઈમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટામાં રોગની શરૂઆત થઇ જાય છે.

આ રોગ માટે અનુકુળ વાતાવરણ રહે તો થોડાક જ સમયમાં આખા ખેતેરમાં આ રોગ ફેલાઈ જાય છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન, દાંડી, પ્રકાડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકા જોવા મળે છે. ખુબ ભેજવાળા હવામાનમાં રોગીષ્ટ પાનાંના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફુગનો વિકાસ જોવા મળે છે. રોગની ઉગ્રતા વધતા પાક દઝાઈ ગયો હોય તેમ દેખાય છે. આ રોગ ફાયટોપથીરા નામની ફૂગથી થાય છે.

આ રોગના નિયંત્રણ માટે ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેંદ્ર દ્વારા પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલી છે. હવામાન વધારે વાદળછાયું કે કમોસમી માવઠા જેવું હોય ત્યારે પાકને પાણી આપવાનું મુલતવી રાખવુ. જ્યારે વાદળછાયું હોય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોઝેબ (75% વે.પા) અથવા ક્લોરોથેલોનીલ (75 % વે.પા) 25 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી કરવો. રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છટકાવ પ્રથમ છંટકાવ બાદ 10થી 15 દિવસે ડાયમીથોમોફ (50% વે.પા.) 15 ગ્રામ અથવા સાયમોકસાનીલ (8% વે.પા.)+મેન્કોઝેબ (64%વે.પા) 25 ગ્રામ અથવા ફેનામીડોન(10 %ડબ્લ્યુ.જી)+મેન્કોઝેબ(50 % ડબ્લ્યુ.જી) 25 ગ્રામ અથવા એમેટોકાડીના(27 %) + ડાયમીથો મોર્ફ (20.27 %) 20 મીલી પ્રમાણે 10 લીટર પાણીમાં ભેળવી કરવો. જો રોગેની તીવ્રતા વધતી હોય તો ઉપરોક્ત દવાનો છંટકાવ 8 થી 10 દિવસના અંતરે ચાલુ રાખવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.