સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતા જળાશયોમાં પાણીની આવક યથાવત

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમા સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 3 થી 25 મિમી સુધી વરસાદ નોંધાયો છે. વડાલીમાં 1 ઇંચ તલોદમાં પોણો 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત ચાલે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. ગતરોજ દિવસ દરમિયાન વડાલી પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તલોદમાં પોણો 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઇડર અને હિંમતનગરમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વિજયનગર, તલોદ અને પોશીનામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. દિવસ દરમિયાન ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હિંમતનગરમાં મોડી સાંજે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 05 મીમી, વિજયનગર 03 મિમી, વડાલી 25 મીમી, ઇડર 12 મીમી, હિંમતનગર 14 મીમી, પ્રાંતિજ 05 મીમી, તલોદ 20 મીમી અને પોશીના 05 મીમી વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં હાથમતી જળાશયમાં 125 ક્યુસેક, ખેડવા જળાશયમાં 50 ક્યુસેક પાણીની આવક અને 50 ક્યુસેક પાણીની જાવક, જવાનપુરા બેરેજમાં 332 ક્યુસેક આવક અને 332 ક્યુસેક પાણીની જાવક, ગોરઠીયા બેરેજમાં 200 ક્યુસેક પાણીની આવક અને 200 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.