સાબરકાંઠામાં કોરોનાના નવા ત્રણ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૧૧ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના કેસ વધી રહ્યા છે. આ સંર્ક્મણને ફેલાતુ રોકવા માટે વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ ફેલાવો, સેનિટાઇઝેશન , ફરજીયાત માસ્ક વગેરે બાબતે ખાસ ધ્યાન લેવામાં આવી રહ્યું છે. શનિવાર સાજેં આવેલા રીપોર્ટમાં ખેડબ્રહ્મા તાલુકાના દેલવાડા કંપાના ૫૪ વર્ષિય પુરૂષ, રવિવારે આવેલા રીપોર્ટમાં હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારના ૨૬ વર્ષિય મહિલા તથા પ્રાંતિજ શહેરના વ્હોરવાડ વિસ્તારના ૪૬ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ ૧૧૧ કેસ નોંધાયા છે. જેમાં હિંમતનગરના ૩૩ કેસ નોંધાયા જેમાં ૨૦ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. બે દર્દીના દુઃખદ અવસાન, પ્રાંતિજમાં ૨૭ કેસ, ૨૩ કોરોના મુકત થયા, ૧ મરણ, ઇડર ૯ કેસ, ૮ કોરોના મુક્ત ૧ સારવાર હેઠળ, તલોદ ૧૧ કેસ, ૮ કોરોના મુક્ત બે મરણ, વડાલી ૮ કેસ, તમામ કોરોના મુક્ત, ખેડબ્રહ્મા ૧૨ કેસ, ૧૧ કોરોના મુક્ત, પોશીના ૩ તમામ કોરોના મુક્ત