હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ઢીંચણસમા કાદવથી ગ્રામજનો હેરાન

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ગામથી અડધો કિલોમીટર કાચા માર્ગ પર ગ્રામજનોને ઢીંચણસમા કાદવમાં થઈને પશુ ચરાવવા અને ખેતરે જવા માટે પસાર થવું પડે છે. તેને લઈને કરેલી રજુઆતોનું પરિણામ ન આવતા લોકભાગીદારીથી ગ્રામજનોએ કાદવમાંથી પસાર થવાની મુક્તિ મેળવવા પથ્થરો લાવી મહિલાઓ સહીત ગ્રામજનો શ્રમદાન કરી પથ્થરો પાથરી રસ્તો બનાવવાનું શરુ કર્યું છે.

પેઢમાલા ગામ આસારામ અને પુત્ર નારાયણ સાઈ આશ્રમને લઈને બહુચર્ચિત રહ્યું છે.ત્યારે મહિલાઓ સહીત ગ્રામજનો શ્રમદાન થકી રોડ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફરીવાર પેઢમાલા ચર્ચામાં આવ્યું છે. વાત છે પેઢમાલા ગામની કે જ્યાં ગામથી અડધો કિમી ખેતરમાં જવા,પશુ ચરાવવા ગૌચરમાં જવા અને સ્મશાનમાં જવા માટે આ રસ્તે જવું પડે છે અને ચોમાસામાં રસ્તો વરસાદી પાણીને લઈને કાદવથી ખદબદતો હોય છે અને આજ રસ્તા પર ઢીંચણસમા કાદવમાંથી પસાર થવું પડે છે.

અને આ અંગે પંચાયતમાં સરપંચને પણ રજુઆતો કરી પણ કોઈ પરિણામ ન આવતા આખરે મહિલાઓ અને ગ્રામજનો હાથમાં પાવડો અને ત્રિકમ લઈને નીકળી પડ્યા. કાદવમાંથી પસાર થવાની મુક્તિ મેળવવા માટે રસ્તો બનાવવા માટે ગામના લોકોની લોક ભાગીદારીથી પૈસા એકઠા કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.