ભાઇ અને બહેનને આંતરી મારમારી સાસરિયાંએ ઝાડ સાથે બાંધી દીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

છૂટાછેડા લીધેલ પત્નીનો અંતિમ નિર્ણય જાણવા મળવા માટે ઇડર પહોંચેલ પૂર્વ પતિ અને તેની બહેનને પૂર્વ પત્ની મળી ન હતી અને ઘેર પહોંચી વાત કરતાં પરત ફરી રહેલ પૂર્વ પતિ અને તેની બહેન બન્નેને રસ્તામાં આંતરી મારમારી ઝાડ સાથે બાંધી દેતા અભયમને કોઈએ જાણ કરતાં અભયમની ટીમે છોડાવ્યા હતા. જાદર પોલીસે 10 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા ભૂમિકાબેનના ભાઇ યોગેશભાઇના લગ્ન બોલુન્દ્રા(રૂવચ)ના લત્તાબેન અમરતભાઇ સોલંકી સાથે થયા બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા ગત દિવાળીએ છૂટાછેડા લઇ લીધા હતા. હાલમાં યોગેશભાઇ ત્રણેક માસથી જાદરમાં અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરારથી રહે છે. તા.24-02-22 ના રોજ યોગેશભાઇએ તેમની બહેનને લત્તાબેન સાથે છૂટાછેડા થયા છે. પરંતુ એકવાર મળી અંતિમ નિર્ણય જાણવા કહેતા બંને જણા ઇડર જતા લત્તાબેન મળ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા.

બંને ભાઇ બહેન ઘેર જવા એક્ટિવા લઇ નીકળતા બોલુન્દ્રા નજીક લત્તાબેનનો ભાઇ તુષારભાઇ અમરતભાઇ સોલંકી, બીજો એક છોકરો બાઇક લઇને આવ્યા હતા અને એક્ટિવા ઉભી રખાવી ચાવી કાઢી લઇ યોગેશભાઇને માર મારવા જતા ભૂમિકાબેન વચ્ચે પડતા તુષારભાઇએ ફોન કરી ઘેરથી બીજાને બોલાવી લેતા લેબાભાઇ, મનુભાઇ, રોનકભાઇ, મંજુલાબેન, પશાભાઇ, કોદીબેન, રમીલાબેન, ટીનાબેન તથા લત્તાબેન આવી ગયા હતા અને બધાએ લત્તા સાથે છૂટાછેડા લઇ લીધા છે તો મળવા માટે ઇડર કેમ ગયા હતા કહી મંજુલાબેને ભૂમિકાબેનને લાકડી મારી હતી. કોદીબેન, રમીલાબેન, લત્તાબેને લાફા માર્યા હતા.

ઝપાઝપીમાં ભૂમિકાબેનનો સોનાનો દોરો, સોનાની વીંટી ક્યાંક પડી ગઇ હતી. લેબાભાઇ, મનુભાઇ, તુષારભાઇએ યોગેશભાઇને માર માર્યો હતો તેમજ બધાએ ભેગા મળી બંને ભાઇ બહેનને એક્ટિવા પર બોલુન્દ્રા ગામે લઇ જઇ યોગેશભાઇને ઘરની સામે ઝાડ સાથે બાંધી દીધા હતા. તે દરમિયાન કોઇએ 181 અભયમને જાણ કરતાં 181 અભયમની ટીમે ત્યાં આવી છોડાવ્યા હતા અને ભૂમિકાબેને જાદર પોલીસે સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવતા પોલીસે 10 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.