વિજયનગર તાલુકાના કોડીયાવાડાગામમાં ડ્રોનથી ગામની જમીનની માપણી કરાઈ
વિજયનગર તાલુકાના કોડીયાવાડા ખાતે ડીઆઇએલઆર કચેરી દ્વારા સ્વામીત્વ યોજના પ્રોજેકટ અંતર્ગત ચુના માર્કિંગ તથા ડ્રોન ફલાઇટની ગામતળની માપણી કરાઈ હતી. સાબરકાંઠા હિંમતનગરની કચેરી ઘ્વારા કેન્દ્ર સરકારના સ્વામીત્વ યોજના પ્રોજેકટમાં જણાવેલ દિશા નિર્દેશ અનુસાર ગુજરાત રાજયમાં ગામતળના મકાનો તથા પ્લોટોની માપણી તથા ચુના માર્કિંગની કામગીરી કરવા અંગે કરેલ આદેશ મુજબ બુધવારે વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામે ચુના માર્કિંગ તથા ડ્રોન ફાલાઇટથી ગામતળની માપણી કરવામાં આવી હતી.જેમાં ગામતળના મકાન તથા પ્લોટ ઘારકોને માપ તથા મિલકત અંગેના પુરાવા રૂપી પ્રોપર્ટીકાર્ડ બનાવીને આપવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્વામીત્વ પ્રોજેકટથી જુના ગામતળમાં મિલકતો ઘરાવનાર પાસે મિલકતના પુરાવા ન હતા જેથી ગામડાઓમાં ગામતળમાં પ્લોટ ઘારક તથા મકાન ઘરાકોને મિલકત અંગેના પુરાવા બાબતે તકલીફો થતી તે નહીં થાય.