હિંમતનગરમાં રૂ. 16 હજાર ઓનલાઇન ઉપાડી લઈ છેતરપિંડી કરાયાની ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરની મેમણ કોલોનીમાં રહેતા અને મોડાસા સેશન કોર્ટમાં બેંચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુસ્તકીમ જાવેદ હુસેન પીપરાણીના પિતાના મોબાઈલમાં તારીખ 26/11/22 ના રોજ બપોરે તમારું વીજળી કનેક્શન આજે રાત્રે 10:30 કલાકે ડીસ કનેક્ટ કરવામાં આવશે કારણ અગાઉના મહિનાનું બિલ અપડેટ થયું નથી અને કસ્ટમર કેર નંબર સાથે મેસેજ આવ્યો હતો. જેથી અબ્દુલભાઈએ તેમના પુત્ર જાવેદ હુસેનને કહેલું કે આપણે તો બિલ ભરી દીધેલું છે આવો મેસેજ કેમ આવ્યો હશે

તેવી ચર્ચા કરી આપેલ કસ્ટમર કેર નંબર પર ફોન લગાવતા સામેથી મહિલાના અવાજમાં વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે કશો વાંધો નહીં બિલ ભરી દીધું હોય તો તમે એપ્લિકેશન અપડેટ કરી દો એમ કહી પ્લે સ્ટોરમાંથી ટીમ વ્યુઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એક્સેસ લઈ લીધો હતો અને એક લિંક મોકલી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા કહ્યું હતું આ દરમિયાન ખાતામાંથી પહેલા 1000 પછી 5 હજાર અને ત્યારબાદ 10 હજાર ઉપાડતા મુસ્તકીમ જાવેદ હુસેનને કંઈક ખોટું થયાની ખબર પડી જતા તેમણે તરત જ એપ્લિકેશન રીમુવ કરી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં રૂપિયા 16000 ઉપડી ગયા હતા બી ડિવિઝન પોલીસે મોબાઈલ નંબર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.