હિંમતનગરમાં એક યુવક રજીસ્ટાર કચેરીમાં ઢળી પડ્યો, હાર્ટ એટેકથી યુવકનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજ તાલુકાના પોગલું ગામનો અને હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા મકાનનો દસ્તાવેજ કર્યો. ત્યારબાદ રજીસ્ટાર કચેરીમાં સોમવારે સાંજે ઢળી પડ્યો અને તાત્કાલિક રીક્ષામાં સારવાર અર્થે ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.આ અંગેની વિગત એવી છે કે પોગલું ગામના પરીક્ષિત પટેલ કે જે તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં ફરજ બજાવે છે. 35 વર્ષીય યુવક પરીક્ષિત પરિવાર સાથે કાંકણોલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં નવીન મકાન લીધું હતું અને ત્યાં રહેતા હતા. યુવક નવીન મકાનનો દસ્તાવેજ કરવા સોમવારે હિંમતનગરના બહુમાળી ભવનમાં રજીસ્ટાર કચેરી પહોચ્યો હતો.જ્યાં સાંજે 4 વાગે દસ્તાવેજ થયા બાદ અચાનક કચેરીમાં જ યુવક ઢળી પડ્યો હતો. જેને લઈને 108ને કોલ કરાયો હતો. પરંતુ આવતા 10 મિનીટ થતા યુવકને લઈને રીક્ષામાં હર્દયમ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાંથી હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતા.બનાવ અંગે સિવિલ હોસ્પીટલના તબીબે હિંમતનગર બી-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પહોંચી હતી. જ્યાં કાર્યવાહી કર્યા બાદ મોડી સાંજે પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોપ્યો હતો. મંગળવારે સવારે પોગલુંમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.હિંમતનગરના બહુમાળી ભવનમાં આસપાસ CCTV કેમેરા લગાવેલા છે. ત્યારે બહુમાળીમાં જ્યાં રોજના મોટી સંખ્યામાં શહેરીજનો દસ્તાવેજ કરાવવા માટે અવરજવર કરતા હોય છે. ત્યાં કચેરીમાં CCTV કેમેરો લગાવેલો છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે. તેવું કચેરીના અધિકારી પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું.હિંમતનગરનો બહુમાળી ભવનમાં જીલ્લાની તમામ ઓફિસો આવેલી છે. ત્યારે બાજુમાં જીલ્લા કોર્ટ અને જનસેવા કેન્દ્ર પણ આવેલું છે. જેને લીધે રોજના હજારો લોકો બહુમાળીની મુલાકાતે આવે છે. ત્યારે ગતરોજ રજીસ્ટાર કચેરીમાં યુવક ઢળી પડ્યો.108ને કોલ કરનાર વિનિતસિંહ ચૌહાણ અને હિંમતસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકને લઈને 10 મિનીટ થવાની વાતને લઈને અમે તાત્કાલિક રીક્ષામાં હોસ્પીટલમાં ઢળી પડેલા યુવાનને લઇ ગતા હતા. જેથી બહુમાળી ભવનમાં 108ની વાન ઉભી રાખવામાં આવે તો તાત્કાલિક સારવાર મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.