હિંમતનગરમાં આર.એસ.એસ નું સહકારી જીન વિસ્તારમાં ત્રણ કિમીનું પથ સંચલન યોજાયું
હિંમતનગરમાં આર.એસ.એસ નું સહકારી જીન વિસ્તારમાં ત્રણ કિમીનું પથ સંચલન યોજાયું હતું. જેમાં 350થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. તો વિસ્તારની સોસાયટીના રહીશોએ પથ સંચલનનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.
હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ નવ વર્ષ (વર્ષ પ્રતિપદા) તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને સંઘના સ્થાપક ડૉ.હેડગેવારજીની જન્મ જયંતી નિમિતે પથ સંચલનનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ પથ સંચલનની શરૂઆત હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અંકિતા ડેરી સામેના મેદાનથી ઘોષ સાથે થઇ હતી. જે લીમ્બચ માતાજીના મંદિરે થઈને મારુતિનગર સોસાયટી થઈને ગણપતિ મંદિરે થઈને અંકિતા ડેરી સામે મેદાનમાં પહોંચી પથ સંચલન પૂર્ણ થયું હતું. આ પથ સંચલન વિસ્તારની સમગ્ર સોસાયટીઓમાં 3 કિમી 45 મિનીટ કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના રહીશોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. આ પથ સંચલનમાં 350થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. આ પથ સંચલનમાં નગર સ્તરથી જીલ્લા તથા પ્રાંત કક્ષાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.