ભિલોડાના વણઝરમાં દીપડાએ પશુનું મારણ કરતાં પશુપાલકો-લોકોમાં ફફડાટ

સાબરકાંઠા
સાબરકાંઠા

ભિલોડાના વણઝર ગામ સહિત આજુબાજુના પંથકમાં દીપડાના આંટા-ફેરાથી લોકોના શ્વાસ અધ્ધર થયા છે. વણઝર ગામના ખેતરમાં પશુનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.વનવિભાગ દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પૂરવામાં આવેની માંગ પ્રબળ બની છે. ભિલોડા પંથકના વણઝર,બેબાર, રામનગર, સુનોખ,વાંસેરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે. વણઝર ગામના ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ વણકર નામના ખેડૂતના ખેતરમાં દીપડાએ ત્રાટકી પશુનું મારણ કરતાં ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ખેડૂતે વનવિભાગ તંત્રને જાણ કરી હોવા છતાં વનવિભાગ તંત્રના અધિકારી કે કર્મચારીઓએ સ્થળ મુલાકાતની તસ્દી ન લીધી હોવાનો ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો હતો. વનવિભાગ તંત્ર પશુનું મારણ કરનાર દીપડો વધુ ખુંવારી કરે તે પહેલા પાંજરે પૂરવામાં આવે અને ખેડૂતને પશુ મારણની સહાય ચૂકવવામાં આવેની માંગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.