તલોદ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદના મજરા રોડથી રેલ્વે ફાઇક થઇ માર્કેટ યાર્ડના ગેટ સુધી રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યુ છે. ત્યોર બુધવારે તલોદ પાલિકા દ્વારા સર્વિસ રોડ બનાવવા માટે 86 દબાણો દુર કરવા માટેની કામગીરીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.તલોદ ખાતે મજરા રોડથી રેલવે ફાટક થઈ માર્કેટ યાર્ડના ગેટ સુધી રેલવે ઓવરબ્રિજનું બાંધકામ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કાર્યરત છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા સર્વીસ રોડ બનાવવા માટે એક યા બીજા કારણોસર ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. સર્વીસ રોડ બનાવેલ ન હોવાથી નગરજનો અને માર્કેટયાર્ડમાં ખેતપેદાશ વેચવા માટે આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સીઝનના પ્રથમ વરસાદમાં જ સર્વીસ રોડ પર બેટ જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી. આ સંદર્ભે આસપાસના દુકાનદારો એ જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા કલેક્ટર દવે દ્વારા ગત તા. 16 જૂન ના રોજ તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તલોદ મામલતદારને તાત્કાલિક કોન્ટ્રાકટર પાસે સર્વીસ રોડ બનાવવા હુકમ કર્યો હતો.

કલેક્ટર દ્વારા હૂકમ કર્યે પણ એક મહિના જેટલો સમય વીતવા છતાં કોન્ટ્રાકટર દ્વારા સર્વિસ રોડ બનાવવા માટે પીડબલ્યુડી વિભાગ દ્વારા સર્વિસ રોડ બનાવવા માટે નડતરરૂપ દબાણો દૂર કરાય ત્યારબાદ જ સર્વિસ રોડ બનાવાશે તેવી દલીલો કરી સર્વિસ રોડ બનાવવા માટે ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સર્વિસ રોડ બનાવવાના પ્રશ્ને તલોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધારાસભ્ય ને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના જિલ્લા સતાવાલાઓને સૂચના આપતા તંત્ર દ્વારા ગત તા.12 જુલાઈના રોજ 86 દબાણકર્તાઓને ત્રણ દિવસની નોટીસ પાઠવી દબાણો દૂર કરવા તાકીદ કરી હતી. જેના પગલે નાયબ કાર્યપાલક ઈજનેર, ઇન્ચાર્જ મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેન સોલંકી અને સીટી સર્વે સર્વેયર હિતેશ ગામેતીની ઉપસ્થિતિમાં દબાણો હટાવાયા હતા. દબાણો હટાવવાથી સર્વીસ રોડ કેટલા સમયમાં બની શકશે એ તો આવનારો સમય જ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.