ગૃહમંત્રીના હસ્તે હિંમતનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વે’ધ કોરોના વાયરસ’ પુસ્તકનું વિમોચન કરાયું
રખેવાળન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠાના જિલ્લા કક્ષાકક્ષાના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉજવાયો. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ‘ધ કોરોના વાયરસ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના લેખિકા અદિતિબા સી.જાડેજા પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલ નડિયાદમાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે. તેમણે આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખ્યું છે. જેમાં કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા સરકાર દ્રારા કરવામાં અ ભારત દેશના નાગરીકોને કોરોના વાયરસથી સંક્રમિત થતા બચાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં લીધેલ છે.
કોરોના સંક્રમિત લોકોની જિંદગી બચાવવા સરકારે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે અને સમયસર નીતિઓ બનાવી છે. હોસ્પિટલોમાં ઝડપી સારવાર માટે ત્વરિત ધોરણે સગવડો ઊભી કરીને કોરોના વાયરસથી સંક્રમિત લોકોને ઝડપી સારવાર મળે તે માટે સર્વગ્રાહી પ્રયાસો થયા છે. ડાૅક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ સરકારી અધિકારીઓ/ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો નિભાવી રહ્યા છે જે સરાહનીય છે. આમાં સરકાર દ્વારા થયેલ પ્રયાસો, નીતિઓ અને વ્યવસ્થાઓ અંગેની વિગતો સાથેનું covid -૧૯ સંબંધનું આ પુસ્તક છે.