20 વિસ્તારમાં 50થી વધુ સ્થળે આજે હોળિકા દહન યોજાશે; જાણો હિંમતનગરમાં હોળી ક્યા પ્રગટાવાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આજે 20થી વધુ વિસ્તારમાં 50થી વધુ અલગ અલગ સ્થળે સાંજે શુભમુહૂર્તમાં હોળિકા દહન યોજાશે. તો ખેડબ્રહ્માના આગિયા અને પ્રાંતિજના મજરામાં હોળિકા દહન બાદ અંગારા પર શ્રદ્ધાળુઓ દોડશે.

ખેડબ્રહ્માના આગિયામાં મહાકાલી મંદિરેથી જ્યોત લાવી હોળિકા દહન કરવામાં આવે છે. તો પ્રાંતિજના મજરામાં ભૈરવદાદાના મંદિર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળિકા દહન બાદ શ્રદ્ધાળુઓ પ્રદક્ષિણા કરે છે, પછી શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ અંગારા પર દોડતા જોવા મળે છે.

હિંમતનગર શહેરના મહેતાપુરા, બ્રહ્માણીનગર, સિધ્ધાર્થનગર, મહાવીરનગર, છાપરીયા, પોલોગ્રાઉન્ડ, મોતીપુરા, શારદાકુંજ, ગાયત્રી મંદિર, મહાકાલી મંદિર રોડ, ડેમાઈ રોડ, બેરણા રોડ, ડેમાઈ રોડ વાઘેલાવાસ, બસ સ્ટેન્ડ વિસ્તાર, સહકારીજીન સહિતના 20થી વધુ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારો 50થી વધુ સ્થળે હોળિકા દહન આજે રાત્રે શુભમુહૂર્તમાં કરવામાં આવશે.

જેમાં મહેતાપુરા ત્રિવેણી હાઇસ્કુલ પાછળ હનુમાનજી મંદિર નજીક, રામજીમંદિર પાસે, સિદ્ધાર્થનગરમાં, બ્રહ્માણીનગરમાં નવરાત્રી ચોકમાં, અલકાપુરી નવરાત્રી ચોક પાસે, ન્યાય મંદિર વિસ્તારમાં કિલ્લાના નજીક વણઝારાવાસ, ટાવર ચોકમાં હનુમાનજી મંદિર, ઇન્દ્રનગરમાં બગીચા પાસે, મહાવીરનગરમાં પંચદેવ મંદિર પાસે, કાકરોલ રોડ મહાકાલી મંદિર પાસે, ડેમાઈ રોડ પર જલારામ મંદિર પાછળ, શારદાકુંજ વિસ્તારમાં રામેશ્વર મંદિર આગળ, છાપરીયા વિસ્તારમાં રામજી મંદિર, રાયકાનગર બજરંગ બાલા હનુમાનજી મંદિર પાસે, મારુતિનગરનગર, એસટી સ્ટેન્ડ સામે ચામુંડા માતાજીના મંદિર પાસે સહિતના વિસ્તારમાં આજે સાંજે હોળિકા દહન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.