હિંમતનગર : રૂ.28 હજારના બે મોબાઈલની ચોરી કરનાર શખ્સને પોલીસે પકડી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી બે મોબાઈલની ચોરી કરનાર શખ્સને બી-ડિવિઝન પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પકડી લીધો હતો. પૂછપરછ કર્યા બાદ પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બસ સ્ટેન્ડમાંથી અંદાજે એક મહિના અગાઉ આરટીઓ સર્કલ પાસે છાપરામાં રહેતો વિપુલ સતિષભાઈ વાદીએ બસ સ્ટેન્ડમાંથી અંદાજે રૂ.21 હજારની કિંમતના મોબાઈલની રાકેશભાઈ દેવીલાલ ડામોર કે જેઓ બસમાં ચઢતા હતા ત્યારે વિપુલ વાદીએ મોબાઈલ ખિસ્સામાંથી કાઢી લઈ નજર ચુકવી ચોરી કરી હતી.

આ અંગેની ફરીયાદ એક માસ અગાઉ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જ્યારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આરટીઓ સર્કલ પાસે એક બિલ્ડીંગમાં રહેતા દિનેશભાઈ નારાયણલાલ મણાતનો ગત તા.24 જૂનના રોજ રાત્રિના સુમારે અજાણ્યો શખ્સ રૂ.7 હજારની કિંમતના મોબાઈલની ચોરી કરી જતા દિનેશભાઈ મણાતે બે દિવસ અગાઉ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

હિંમતનગર બી-ડિવિઝન પોલીસને મળેલી બાતમી મુજબ વિપુલ વાદી બે મોબાઈલ લઈને અમદાવાદ વેચવા માટે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઉભો હતો. જેને લઈને પોલીસે વિપુલને ઝડપી લઈને પૂછપરછ કરી હતી. આ બંને મોબાઈલના બીલ ન હતા. બીજી તરફ વિપુલ વાદીએ બે સ્થળેથી મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂ.28 હજારના મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.