હિંમતનગર : રેલવે ફાટક પર અચાનક બે આખલા લડતા લોકોમાં ફફડાટ

સાબરકાંઠા
સાબરકાંઠા

બે આખલાની લડાઈમાં નાસભાગ મચી:હિંમતનગરના દુર્ગા રેલવે ફાટક પર અચાનક બે આખલા લડતા લોકોમાં ફફડાટ: હિંમતનગરમાં અલગ અલગ વિસ્તારમાં રોડ પર ગાયોનો ત્રાસ વધી ગયો છે. જેને લઈને વાહનચાલકો અને શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે હિંમતનગરમાં દુર્ગા રેલવે ફાટક પાસે આવેલ LC-82B પર શનિવારે સાંજે અચાનક બે આખલાની લડાઈ શરૂ થઈ હતી. જેને લઈને આસપાસના દુકાનદારોએ બે આખલાની લડાઈ અટકાવવા પાણી નાખ્યું હતું, પરંતુ આખલાની લડાઈ યથાવત રહી હતી. લડતા આખલા એકતરફથી બીજીતરફ પહોંચ્યા હતા.

આ દરમિયાન વાહનચાલકોની અવર જવર ચાલી રહી હતી. દરમિયાન અચાનક બે આખલાની લડાઈ ઉગ્ર થતાં નાસભાગ મચી જવા પામી હતી. જેને લઈને બંને તરફ પસાર થતાં વાહનચાલકો ઉભા થઇ ગયા હતા. લડતા આખલા બીજીતરફ દોડતા મોટી ઘટના ઘટતા અટકી હતી. ત્યાર બાદ વાહનચાલકોએ ફાટક પસાર થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.