હિંમતનગરમાં અડધા કલાકમાં 5 મીમી વરસાદ, 24 કલાકમાં બે તાલુકામાં વરસાદ નોંધાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે આજે વહેલી સવારથી હિંમતનગર ફરફર બાદ ધીમીધારે અડધો કલાક વરસાદ વરસ્યો હતો. તો છેલ્લા ચોવીસ કલાકમાં બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો આજે સવારે ચાર કલાક દરમિયાન બે તાલુકામાં વરસાદ નોંધાયો છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગર તાલુકામાં 10 મીમી અને પ્રાંતિજ તાલુકામાં 01 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આજે સવારે 6થી 10 દરમિયાન ચાર કલાકમાં હિંમતનગરમાં 05 મીમી અને ઇડર તાલુકામાં 01 મીમી વરસાદ નોંધાયો છે. તો હિંમતનગરમાં બુધવારે સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને નીચાણવાળા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. તો ગુરુવારે સવારે 8 વાગ્યા બાદ હિંમતનગરમાં ફરફર વરસાદ શરુ થયો હતો. ત્યારબાદ ધીમી ધારે અડધો કલાક વરસાદ વરસ્યો હતો. જોકે સાબરકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. ત્યારે 24 કલાકમાં બે અને આજે ચાર કલાકમાં બે-બે તાલુકામાં વરસાદ નોંધાયો છે.સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 610.38 મીમી એટલે 24 ઇંચ વરસાદ નોધાયો છે. તો સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં 747 મીમી એટલે 30 ઇંચ અને સૌથી ઓછો હિંમતનગર તાલુકામાં 475 મીમી એટલે 19 ઇંચ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.