![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/હિંમતનગર-પોલીસે-ગણતરીના-હેડ.jpg)
હિંમતનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી થયેલ બાઈક સાથે શખ્સને ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ નીચે ગુરૂકૃપા કોમ્પ્લેક્ષમાં પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે શખ્સને બી ડીવીઝન પોલીસે CCTV આધારે ગણતરીના કલાકોમાં વિધાનગરી પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ હિંમતનગરમાં ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ નીચે ગુરૂકૃપા કોમ્પ્લેક્ષમાં દવાખાને ભોલેશ્વરના જીલકેશભાઈ વણકર બાઈક લઈને આવ્યા હતા. જ્યાં પાર્કિંગમાં પાર્ક કરેલું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જીલકેશભાઈએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
જેથી બી ડીવીઝન પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બાઈક ચોરી કરતો ઇસમ જોવા મળ્યો હોવાથી આ અજાણ્યા ઈસમ સુધી પહોંચવા બાતમીદારોને મોકલ્યા હતા. જેથી બાઈક ચોરી કરનાર ઇસમ ચોરીની બાઈક સાથે વિધાનગરી પાસે કાટવાડ જવાના રોડ પર ઉભો છે તેવી માહિતી મળી હતી.
ત્યારબાદ મળેલ બાતમીને આધારે સર્વેલન્સ સ્કોર્ડ સ્થળ પર પહોંચીને કોર્ડન કરી ઇસમને ચોરીની પ્રો પેશન બાઈક નં. GJ.09.CK.6185 સાથે કુંદનકુમાર જયંતીભાઈ વણકર (રહે. કેદારસીટી ફ્લેટ ગઢોડા રોડ, સાબરડેરી, હિંમતનગર) ઝડપી લીધો હતો. આમ ગણતરીના કલાકોમાં બાઈક ચોરીનો કેસ ઝડપી ભેદ ઉકેલ્યો હતો.