હિંમતનગર-અસારવા રેલ્વે ઈલેક્ટ્રીફીકેશનનું ત્રણ ચરણમાં બે મહિનામાં કામ શરુ થશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરથી અસારવા સુધીની બ્રોડગેજ રેલ્વે લાઈનને ઈલેક્ટ્રીફીકેશન કરવા માટેનું ટેન્ડર પબ્લીશ થયું છે. અગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપી કામ થાય તે માટે ત્રણ ચરણમાં એક સાથે કામ શરુ થઇ શકે છે. જેને લઈને ઝડપી અમદાવાદથી ઉદેપુર ઇલેક્ટ્રિક લાઈન પર રેલ્વે દોડી શકે છે.

અમદવાદ-ઉદેપુર બ્રોડગેજ રેલ્વે લાઈન પર હાલમાં ત્રણ રેલ્વે સેવા ચાલી રહી છે. ત્યારે અગામી દિવસમાં ડીઝલથી ચાલતી રેલ્વેને બદલે ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રેન શરુ થશે. જેને લઈને ઈલેક્ટ્રીફીકેશન લાઈન નાખવા માટેની પ્રક્રિયા પશ્ચિમ રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદથી હિંમતનગર ઈલેક્ટ્રીફીકેશન લાઈન નાખવા માટેનું ટેન્ડર પણ 14 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થઇ ગયું છે. તો ટેન્ડર 15 માર્ચ બાદ ખુલશે. જેથી ટેન્ડર ખુલ્યા બાદ એક મહિનાની વહીવટી પ્રક્રિયા બાદ કામ શરુ થઇ શકે છે.

આ અંગે રેલ્વે સુત્રોથી મળતી માહિતી મુજબ, અસારવા-દહેગામ, દહેગામ-પ્રાંતિજ, પ્રાંતિજ-હિંમતનગર આમ ત્રણ ચરણમાં ઈલેક્ટ્રીફીકેશન લાઈનનું કામકાજ એક સાથે શરુ થશે. જેને લઈને કામ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકે છે. તો હિંમતનગર અને નરોડામાં વીજ સબસ્ટેશન પણ બનશે. બીજી તરફ અસારવાથી હિંમતનગર 85 કિમી રેલ્વે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશન લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રેલ્વે વધુ દોડી શકે છે.

અજમેર ડિવિઝન દ્વારા ઈલેક્ટ્રીફીકેશન લાઈન માટેની કામગીરી પ્રગતિમાં છે. આગામી થોડાક મહિનામાં હિંમતનગર નજીક કામગીરી પહોંચી જશે. હાલમાં ઈલેક્ટ્રીફીકેશન લાઈન માટેના થાંભલા અને સબસ્ટેશન માટેના ફાઉન્ડેશન માટેની કામગીરી ચાલી રહી છે.

આ અંગે સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે પણ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીફીકેશન લાઈન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અગામી દિવસમાં કામ ઝડપથી પૂર્ણ થશે તો ઉદેપુર તરફથી કામગીરી ચાલી રહી છે. તો નડિયાદથી મોડાસા રેલ્વે લાઈનનું ઈલેક્ટ્રીફીકેશન કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રીફીકેશન લાઈન માટેના ફાઉન્ડેશન અને થાંભલા પણ લગાવવાના શરુ થઇ ગયા છે. તો ક્યાંક વાયરીંગની પણ કામગીરી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.