સાબરકાંઠાની 4 બેઠકોના 960 સ્થળે 1323 મતદાન મથકો પર આરોગ્ય કર્મચારી ફરજ બજાવશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં 960 સ્થળે 1323 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચારેય વિધાનસભામાં મતદાન થવાનું છે. ત્યારે મતદાન માટેની કીટ તૈયાર કરી દેવાઈ છે. તો 1323 મતદાન મથક પર 2389 અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે, 5610 કર્મચારીઓ ફરજ બજાવશે અને મતદાનના દિવસે તમામ મતદાન મથક પર એક-એક આરોગ્ય કર્મચારી ફરજ બજાવશે.

હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મતદાન મથક માટેની કીટ પણ તૈયાર થઇ ગઈ છે. આજે સાંજે 6 વાગે ચૂંટણી પ્રચાર બંધ થશે. ત્યારે ચૂંટણી વિભાગની કામગીરી શરુ થશે. ચારેય વિધાનસભામાં 960 સ્થળ પર 1323 મતદાન મથકો છે અને 11 લાખ 8 હજાર 722 મતદારો છે. મતદારોને મતદાન કરવાના સમયે અવિલોપ્ય શાહીનું નિશાન કરવામાં આવે છે. જેથી મતદાર ફરીથી મતદાન ના કરી શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.