હિંમતનગરના કાનડા ગામની સીમમાં રહેતા ગોવાળને ચાર કલાક ગોંધી રાખી ઢોરમાર માર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના કાનડા ગામની સીમમાં પથારો નાખી રહેતા રાજસ્થાનના રબારીને મંગળવારે બપોરે ઘેટાં બકરાંએ ભેલાણ કર્યાનુ કહીને લઘુમતિ શખ્સોએ ચાર કલાકથી વધુ સમય સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાની ઘટના બહાર આવતા હિન્દુ સંગઠનો લાલઘૂમ થઇ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત આધેડ ગોવાળને સારવાર અર્થે ખસેડી કડક કાર્યવાહીની માંગ કરી હતી નોંધનીય છે કે 24 કલાક અગાઉ જ રૂરલ પોલીસે લઘુમતિ અગ્રણી સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી.

કાનડાની સીમમાં ઘેટા બકરાનો પથારો લઇને રહેતા રાજસ્થાનના રબારીને કનઇ ગામના મુસ્લિમ શખ્સોએ ઢોર માર મારવાની ઘટના બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનારની નજીકમાં રહેતા હકુભાઇ સોંડાભાઇ ભરવાડે જણાવ્યુ કે મંગળવારે સાંજે આઠેક વાગ્યે નેતીભાઇ રબારીનો ફોન આવ્યો અને કહ્યું કે બપોરે નજીકના વાંઘામાં ઘેટા બકરા ચરાવવા દરમિયાન ખેતરમાં ઘૂસી જતાં બહાર કાઢવા છોકરો દોડ્યો હતો એટલામાં ચાર લોકો દોડી આવ્યા હતા અને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા તેમને ભેલાણનુ નુકસાન રૂ.5 હજાર આપવાનુ કહેવા છતાં મારતા કનઇવાળા રોડ પર એક કિમી. અંદર લઇ ગયા હતા અને બીજો રબારી વચ્ચે પડતા સાંજે આઠેક વાગ્યે મોબાઇલ પરત આપી છોડ્યા હતા.તેમણે ઉમેર્યું કે નેતાભાઈ રાજસ્થાનના છે અને છેલ્લા દસેક વર્ષથી શિયાળા અને ઉનાળામાં ઘેટા બકરા લઈ આવે છે

ભોગ બનનાર નેતીરામ હાદડાજી રબારીએ જણાવ્યું કે મુસ્લિમ શખ્સોએ અપશબ્દો બોલી માર માર્યો હતો અને છરી બતાવી પોલીસને જાણ ન કરવા ધમકી આપી હતી. બુધવારે સવારે સમગ્ર ઘટના જાહરે થતાં હિંદુ સંગઠનો દોડી આવ્યા હતા. વિહિપ, એએચપી, બજરંગ દળ દ્વારા ઇજાગ્રસ્ત પર હુમલો કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. 108 બોલાવી ઇજાગ્રસ્ત નેતીરામને સારવાર અર્થે ખસેડાયા હતા. રૂરલ પીએસઆઇ પીનલ ચૌધરીએ જણાવ્યુ કે ફરિયાદ નથી નોંધી તેમને સમાધાનની વાતચીત ચાલે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.