આઝાદ ચોક થી જૂની દૂધ ડેરી સામે છ માસ અગાઉ લાખોના ખર્ચે બનેલ સીસી રોડમાં ગાબડા

સાબરકાંઠા
સાબરકાંઠા

વડાલી પાલિકામાં ભાજપનુ શાસન આવ્યું ત્યારથી કોન્ટ્રાક્ટરને ઘી કેળા થઈ ગયા છે. વડાલીના રોડ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મોટાભાગના રોડ રસ્તાઓ હાલ ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયા છે. પણ હજુ રિપેર પણ થયા નથી.ત્યારે વડાલી મુખ્ય બજારમાં આઝાદ ચોકથી જૂની દૂધ ડેરી સુધી છ માસ અગાઉ લાખોના ખર્ચે બનેલો સીસી રોડમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટરે આચરેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે. આ સિવાય વડાલીમાં ઘણી જગ્યાએ રોડની કામગીરીમાં હલકા મટેરિયલનો ઉપયોગ કરતાં ઠેરઠેર ખાડા પડી ગયા છે.આઝાદ ચોકથી જૂની દૂધ ડેર પાસે ગાબડું પડતાં ભારે વાહનો અવરજવર કરી શકતા નથી. તો પણ આ સી.સી રોડપર ગાબડું પડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સી.સી રોડમાં કેટલી કટકી કરી હશે જે આ તસ્વીર છતી કરી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ પર વડાલીની પ્રજા છ મહિના પણ ચાલી શકી નથી તો ભવિષ્યમાં આ રોડની શું સ્થિતિ થશે તે જોવા જેવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.