હિંમતનગરના ગાંભોઇ પોલીસે વિદેશી દારૂની 220 બોટલ સાથે કારને ઝડપી લીધી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ગાંભોઇ પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગ કરવામાં આવતું હતું. તે દરમિયાન દારૂ ભરેલી એક કારનો પીછો કરતા ગાડીનો ચાલક બિનવારસી હાલતમાં કાર મુકી ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગર 220 કિંમત રૂપિયા 91,180 મળી કુલ રૂપિયા 4,91,180નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ગાંભોઇ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ. રબારીએ આપેલી સુચના મુજબ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસોને પોતાના અંગત બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પ્રોહિબીશનના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. તે દરમિયાન સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ગાડીનો ચાલક પોલીસની ગાડીઓ જોઇ ભાગવા લાગ્યો હતો. જેનો પીછો કરતા ગાડીનો ચાલક બિનવારસી હાલતમાં ગાડી મુકીને ભાગી ગયો હતો. ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો કિંમત રૂપિયા 91,180ની મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ મળી કાર સહિત કુલ રૂપિયા 4,91,180નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.