સાબરકાંઠા જિલ્લામાંથી ૫ બસો દ્વારા ૧૬૨ શ્રમિકો પોતાના વતન છત્તીસગઢ જવા રવાના

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા
હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી રવિવારના રોજ ૫ બસો દ્વારા ૧૬૨ શ્રમિકોને મહેસાણા જવા અને ત્યાંથી વતનમાં મોકલવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી. મહેસાણાથી ટ્રેન મારફતે આ શ્રમિકો છત્તીસગઢ પોતાના વતન જવા રવાના થયા હતા. શ્રમિકોમાં પોતાના માદરેવતન ફરવાનો અનેરો ઉત્સાહ હતો. આ શ્રમિકોએ ગુજરાત સરકાર અને સાબરકાંઠા વહિવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
શ્રમિકોને વતન મોકલતા પહેલા આ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી તબીબી પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા. કોરોનાના સંર્ક્મણના જોખમને ધ્યાને રાખી તમામ નિયમોનુ પાલન કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શ્રમિકો મહેસાણાથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે પોતાના વતન છત્તિસગઢ જશે. બસમાં શ્રમિકોને માસ્ક આપવામાં આવ્યા સાથે મુસાફરી માટે ફૂડપેકેટ અને પાણીની બોટલ ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.