હિંમતનગરના દેશોતર નજીક કારમાંથી રૂ. 1.38 લાખનો અને ખેડ નજીકથી રૂ. 1.15 લાખનો વિદેશીદારૂ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

રોજબરોજ વધતી જતી દારૂની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈડરના દેશોતર નજીકથી વાહન ચેંકીંગ દરમિયાન ભાગેલી કારનો પીછો કરી કારમાંથી 1.38 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને જાદર પોલીસ સ્ટેશનમાં કાર માલિક સામે ગુનો નોંધાયો હતો. તો બીજી બાજુ હિમતનગર ખેડ નજીક નાકાબંધી કરી કારમાંથી રૂ. 1.15 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને એકને ઝડપી 6 સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, સ્ટાફના વિક્રમસિંહ, સનત, પ્રહર્ષ અને ગોપાલ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા એક્સ્યુવી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. બાતમીવાળી કાર આવતા તેને હાથથી ઇશારો કરીને રસ્તો બ્લોક કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ચાલકે ગાડી પાછી વળાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એલસીબીની ટીમે ફિલ્મી ઢબે એક્સ્યુવી કારનો પીછો કરતા એક્સ્યુવી કારનો ચાલક ગાડી મુકીને નાસી ગયો હતો. આ કારની તપાસ કરતા તેમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ પેટી નંગ 27 કિંમત રૂ. 1,38,૯૬૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે કુલ રૂ. 10,38,960નો મુદ્દામાલ જપ્ત કરી કાર મુકી નાસી ગયેલા શખ્સ વિરૂદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

હિમતનગરમાં ખેડ ત્રણ રસ્તા નજીક એલસીબીએ બાતમી આધારે નાકાબંધી કરી હતી. તે દરમિયાન નંબર વગરની કાર ભિલોડા-કાનપુર થઈને ખેડ તરફ આવી રહી હતી. જેને આળસ રાખી રોકી દીધી હતી અને ચાલક ભાગવા જતા દોડીને રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બડલા ગામનો સુમિત હરીશ મીણાને પકડી લીધો હતો. તો કારમાંથી પેટી નંગ 40 કીમત રૂ. 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત કાર અને મોબાઈલ મળી રૂ. 6 લાખ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસ મથકે 6 સામે ગુનો નોધાવ્યો હતો. તો બલવીર રમેશ મીણા-બડલા, તા.ખેરવાડા જી.ઉદેપુર, રાજવીર ઉર્ફે કંસા પયોલોટીગ કરનાર, રાજુ સેલ્સમેન મોથલી મોડ ઠેકાવાળા સહીત 6 સામે ગુનો નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.