સાબરકાંઠામાં ઈડરમાં સવા ચાર ઇંચ વરસાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

24 કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં સવાચાર ઇંચ નોંધાયો છે. પોશીનામાં પોણાચાર ઇંચ, હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, વિજયનગરમાં સવાબે ઇંચ, ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં ઇડર 110 મિમી, ખેડબ્રહ્મા 41 મિમી, તલોદ 42 મિમી, પ્રાંતિજ 62 મિમી, પોશીના 89 મિમી, વડાલી 43 મિમી, વિજયનગર 56 મિમી, હિંમતનગર 74 મિમી વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા જિલ્લાના 8માંથી 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, તો 24 કલાકમાં સૌથી વધુ ઈડરમાં સવાચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. હિંમતનગરનો હાથમતી વિયર ઓવરફલો થયો છે અને હાથમતી જળાશય 100 ટકા ભરાતાં ઓવરફલો થયો છે, જેને લઈને હાથમતી નદીમાં પાણીનો વધારો થયો છે. ઈડરનું સપ્તેશ્વર મંદિરનો ગર્ભગૃહ સાબરમતી નદીના પાણીમાં ફરીવાર ડૂબ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.