તલોદમાં પોણા ચાર ઇંચ, ઇડરમાં દોઢ ઇંચ અને ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો
હિંમતનગર, પ્રાંતિજ અને વડાલીમાં પોણો-પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને સાત તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. હિંમતનગર, પ્રાંતિજ, પોશીના, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા. તો તલોદ તાલુકામાં સૌથી વધુ પોણા ચાર ઇંચ તો સૌથી ઓછો પોશીના તાલુકામાં પાંચ મિમી વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 28 મિમી, વડાલી 20 મિમી, ઇડર 36 મિમી, હિંમતનગર 15 મિમી, પ્રાંતિજ 14 મિમી, તલોદ 89 મિમી અને પોશીના 05 મિમી વરસાદ નોંધાયો છે.