સાબરકાંઠાજિલ્લાના મધ્યસ્થ સહકારી બેન્ક ની ચૂંટણીમાં 10 ઉમેદવારોના ફોર્મ રદ
સાબરકાંઠા બેન્કના નિયામક મંડળના 18 બેઠકોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ વિભાગોમાંથી 173 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જોકે ચૂંટણી લડવા માંગતા કેટલાક સંભવિત ઉમેદવારોએ મતદારયાદી સહિત અન્ય કારણોને આગળ ધરી હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરી હતી. જોકે તે દરમિયાન સોમવારે સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી લડવા માંગતા પૂર્વ ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સહિત એમ.ડી. પંકજ નરસિંહભાઇ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ નાહરસિંહ ભાટી સહિત હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ચાવડાના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સોમવારે ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ 55 ઉમેદવારી ફોર્મ રદ કરીને માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી હતી.ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન રિઝર્વ બેન્કના કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરી કોઇપણ પ્રકારની સેહસરમ રાખ્યા વગર સાબરકાંઠા બેન્કમાં એકહથ્થુ સાશન ભોગવતા ચેરમેન અને ડિરેકટરોના ઉમેદવારી ફોર્મ રદ કર્યા છે. ત્યારે સહકારી ધોરણે ચાલતી જિલ્લાની અગ્રણી સાબરકાંઠા બેન્કમાં ડિરેક્ટર બનવા માટે હવે 118 માન્ય ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જોકે હજુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ભાજપ દ્વારા કયાં માન્ય ઉમેદવારને મેન્ડેડ આપવામાં આવશે. ત્યારબાદ સાચુ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.સાબરકાંઠા બેંકમાં ડિરેક્ટર્સ તરીકે હિંમતનગર વિભાગમાંથી ઉમેદવારી કરનાર રવિ પટેલે બે દિવસ પહેલા વાંધો રજુ કર્યો હતો. ત્યારબાદ વકીલ દ્વારા દલીલો થઇ હતી અને આજે ચુંટણી અધિકારીએ RBIની ગાઇડલાઇન્સ અનુસાર આઠ વર્ષ કરતા વધુ હોદ્દો ધરાવનાર વ્યક્તિ ફરી ચૂંટણી લડી શકતો નથી. જે કાયદા અનુસાર ચૂંટણી અધિકારીએ વર્તમાન ચેરમેન સહિત 10 ડિરેક્ટરોની ઉમેદવારી પત્ર અમાન્ય રાખ્યા હતા.