કારમાંથી 1.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો – હિંમતનગર : નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
હિંમતનગર બી ડીવીઝન પોલીસે ભાગતા ફરતા આરોપીને ઝડપી લીધો: સિવિલ કોર્ટમાં સજા પડેલ નાસતા ફરતા આરોપીને મહેતાપુરા વિસ્તારમાંથી ઝડપી લઈને તેના સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PSI અને ડી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. દરમિયાન મળેલ બાતમી આધારે હિંમતનગરના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ ના ફોજદારી કેસ નં 3125 /2015 ના ધી નેગો એક્ટ કલમ 138 મુજબ કેદની સજા પડેલ જે નાસતો ફરતો હતો. જે મહેતાપુરા વિસ્તારનો રહેવાસી સંજયકુમાર કરશનભાઈ પરમારને મહેતાપુરા વિસ્તારમાં સિદ્ધાર્થનગર રિક્ષા સ્ટેન્ડ પાસે ઉભો રહેલ જેને ઝડપી લીધો હતો. તેના સામે પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાંતિજ ટોલનાકા પાસે કારમાંથી 1.67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પ્રાંતિજના કતપુર ટોલનાકા ઉપરથી આજે SMCએ કારમાંથી રૂ. 1.67 લાખના વિદેશી દારુ સાથે ચાલકને ઝડપીને ચાર સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
SMCની ટીમે શનિવારના રોજ કતપુર ટોલનાકા પાસે બાતમી આધારે કાર રોકી તપાસ કરતા કારમાંથી 1676 બોટલ વિદેશી દારુ રૂ.1,67,600નો મળી આવ્યો હતો. જેને લઈને કારચાલક વિજયપાલ દેવીલાલ મીણા (રહે. બોરીગામ.તા.ડુંગરપુર.રાજસ્થાન)ને 7 લાખની કાર,મોબાઈલ એક રૂ 5 હજારનો મળી કૂલ રૂ 8,72,600નો મુદ્દામાલ કબજે લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ચાલક અને ફરાર ત્રણ સહીત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
પકડવાના બાકી આરોપી
1.અમિતભાઇ-ખેડબહ્મા (મુખ્ય આરોપી દારૂ નો જથ્થો સપ્લાઈ કરી લાઈન ચલાવનાર)
2.ચેતનભાઈ-ખેડબહ્મા (કારનું પાયલોટિંગ કરનાર)
3. રાહુલભાઈ ડાગી- નરોડા GIDC ટોયટો શોરૂમ પાસે અમદાવાદ (દારૂનો જથ્થો મગાવનાર)