હિંમતનગરના મહેતાપુરામાં Axis બેંકના એટીએમમાં આગ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરના મહેતાપુરામાં વ્હાઇટ હાઉસના નામે ઓળખાતા મકાનની નીચે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં સવારે દસેક વાગ્યે અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એટીએમ આગળ ઉભી રહેલ કારને ખસેડી લેવાતા બચાવ થયો હતો. ઘટનાના આઠ કલાક બાદ પોલીસ સ્ટેશન પહોંચેલ બેંકકર્મીને કેટલી રોકડ બળી ગઇ કે નુક્સાન થયં તેની જાણ સુધ્ધા ન હતી. જેથી પોલીસે મેનેજરને તમામ વિગતો સાથે આવવા સૂચના આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.