હિંમતનગરમાં હાથમતી નદી કિનારે દીપડો દેખાયાની બુમ આવતા પોલીસ એક્શનમાં

સાબરકાંઠા
સાબરકાંઠા

આજરોજ બપોર બાદ પરબડા અને વણઝારાવાસ વચ્ચેના બેઠા પુલ પાસેના નદી વિસ્તારમાં દીપડો આવ્યો હોવાનો ફોટો વાઇરલ થયો હતો. જેથી પોલીસે અને વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરમાં આજે વન વિભાગના અધિકારીઓએ બે ટીમો બનાવી હાથમતી નદી કિનારાના જંગલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ કઈ જ ભાળ મળી ન હતી.હિંમતનગરમાં પાંચ દિવસ પહેલા ચાંદનગરમાં જંગલી પ્રાણી આવ્યું હોવાને લઈને વન વિભાગે બે દિવસ પાંજરું મુક્યું હતું અને કોઈ પરિણામ નહીં આવતા પાંજરું હટાવ્યું હતું. બીજી તરફ આસપાસના વિસ્તારમાં દીપડાની બુમો આવતા વન વિભાગે અધિકારીઓ અને સ્ટાફ સાથે હાથમતી નદી કિનારાના બંને તરફ સોમવારે ત્રણ કલાક ફૂટ પેટ્રોલિંગ કરી નદી કીનારાના જંગલ વિસ્તારને ખુંદી વળ્યા હતા, પરંતુ કોઈ પુરાવા મળ્યા ન હતા. બીજી તરફ સોમવારે સાંજના સમયે સોશિયલ મીડિયામાં વણઝારાવાસથી પરબડા જવાના હાથમતી નદી પરના બેઠા પુલ પાસેના નદી વિસ્તારમાં બપોરના સમયે દીપડો આવ્યો હતો. તેવો ફોટો વાઈરલ થયો હતો. જેને લઈને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એકશનમાં આવી ગઈ હતી.પુલના બંને છેડે પોલીસ વાહન મૂકી દીધા હતા. બીજી તરફ આવતા જતા પરબડા અને વણઝારા વાસ આવાસના વિસ્તારના રહીશોએ કહેતા હતા કે, દીપડો બપોરે આવ્યો હતો. તો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી નદીની જગ્યા ફોટાની છે, પરંતુ આ ફોટામાં રાઉન્ડમાં જંગલી પ્રાણીની તસવીર છે. એટલે કે એડીટીંગ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. બી-ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને વન વિભાગને જાણ કરી હતી. તો વન વિભાગ પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી તમામ વિસ્તારમાં ફરીવાર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડા અંગેની કોઈ ભાળ મળી ન હતી.આ અંગે હિમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે જણાવ્યું હતું કે, અમને જાણ થઇ જેને લઈને તુરંત સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે પોલીસના પોઈન્ટ મૂકી દીધા હતા. આ અંગે વન વિભાગના અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા હાથમતી નદી કિનારે ત્રણ કલાક ફૂટ પેટ્રોલિંગ કર્યું છે, પરંતુ કોઈ ભાળ મળી નથી. તો ફરીવાર પણ સ્ટાફ થયેલા જાણને લઈને નદીમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ કોઈ ભાળ મળી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.