ઈડરના સપ્તેશ્વર મંદિરે અધિક માસને લઈને નદીમાં સ્નાન બાદ મહિલાઓએ પૂજા કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

અધિક માસને લઈને સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પવિત્ર યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિરે આજે દર્શનાથીઓનું કીડીયારું ઉભરાયું હતું. બીજી તરફ મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે લાંબી વાહનોની લાઈનો લાગી હતી. તો નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આવતીકાલે અધિક માસની અમાસ છે. ત્યારે ગુરુવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આજે અધિક માસની ચૌદશ છે અને રજાનો દિવસને લઈને સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિરે તાલુકા, જિલ્લા અને અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્શનાથીઓ આવી પહોંચ્યા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આવેલા ભક્તો અને દર્શનાથીઓએ નદી કિનારે પહોંચીને પહેલા સ્નાન કર્યું હતું. ત્યાર બાદ નદી કિનારે પૂજન, અર્ચન, ભજન અને ગરબા કરતા જોવા મળ્યા હતા. મહિલા ભજન મંડળો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામમાં મુક્યું છે અને તેની પાછળ સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે અને નદી કિનારે તટ પણ પથ્થરથી બનાવવામાં આવ્યા છે. પરંતુ અસ્ત વ્યસ્ત જોવા મળ્યું છે. જે દર્શનાથીઓ કે પ્રવાસીઓ માટે ઉપયોગી થઇ શકે તેવું નથી. તો શૌચાલય પણ માત્ર નામનું જ છે. મંદિરે જવાના રસ્તે બનેલી એક તરફની દીવાલ પડી ગઈ છે. નદી તરફની દીવાલમાં બાકોરું પડી ગયું છે. અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ અને દર્શનાથીઓ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે આજે તમામ રસ્તા પર ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું. તો દર્શન માટે પણ લાઈનો લાગી હતી. બીજી તરફ નદી કિનારે પણ માનવ મહેરામણ જોવા મળ્યું હતું.યાત્રાધામમાં હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ જોવા મળે છે પણ તેના માટે કોઈ વ્યવસ્થા તંત્ર કે મંદિર દ્વારા જોવા મળ્યું ન હતું. વિજાપુર જવાના ઓવરબ્રિજથી લઈને મંદિરના પંટ્ટાગણ સુધીમાં સિંગલ પટ્ટી રોડની બંને સાઈડે આડેધડ પાર્કિંગ જોવા મળ્યું હતું. બીજી તરફ મંદિરથી પરત જવા માટે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. તો પ્રવાસન ધામમાં માત્ર સમાવેશ કરવાથી નહીં પણ પુરતી વ્યવસ્થા ના હોય તો પ્રવાસન માત્ર નામ જ હોય છે. જે ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિરે જોવા મળ્યું હતું. સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. તંત્ર અને રાજ્ય સરકારના પ્રવાસન ધામ અધિકારીએ આ સ્થળની મુલાકાત એકવાર જરૂર લઈને નિરીક્ષણ કરવું જરૂરી છે.77માં સ્વાતંત્ર્ય દિવસને લઈને હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીને તિરંગા કલરમાં વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. જે શણગાર ભક્તોનું આકર્ષણ બન્યું હતું. હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં આવેલા ખાડિયા હનુમાનદાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.