હિંમતનગર કેળવણી મંડળના નવા પ્રમુખપદે હેમંત મહેતાની વરણી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં હિંમતનગર કેળવણી મંડળના નિયામક મંડળની ચૂંટણીના પરિણામ બાદ આજે હિંમત હાઈસ્કુલમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ કારોબારી બેઠક મળી હતી. જેમાં કેળવણી મંડળના નવા પ્રમુખ તરીકે હેમંત મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મંડળના સભ્યો અને ટેકાદારોએ નવા પ્રમુખ સહીત આખી બોળીને ફૂલછડી આપીને શુભેચ્છાઓ આપી હતી.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર કેળવણી મંડળના નવા નિયામક મંડળની ચૂંટણીનું મતદાન ડીસેમ્બર માસમાં હિંમત હાઈસ્કુલમાં યોજાયું હતું. ત્યારબાદ મોડી રાત્રે પરિણામ જાહેર થયું હતું. દિવાળી બાદ 5મી જાન્યુઆરીને શુક્રવારે હિંમતનગરમાં હિંમત હાઇસ્કુલના સભાખંડમાં ચુટાયેલા 21 સભ્યોની કારોબારી કાર્યકારી પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અધ્યક્ષતામાં બેઠક શરૂ થઇ હતી. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ બેઠકમાં સર્વાનુમતે કેળવણી મંડળના પ્રમુખ તરીકે પ્રમુખ હેમંત જયંતીલાલ મહેતા, ઉપ પ્રમુખ તરીકે ડૉ.યશવંત વી.પટેલ અને હિરેન એન.ગોર, મંત્રી તરીકે જીતેન્દ્ર નાથાભાઇ પટેલ, સહમંત્રી પરાગ પી.દોશી અને ખજાનચી પંકજ પી.પટેલની વરણી કરવામાં આવી હતી.


હિંમતનગર કેળવણી મંડળના નવા પ્રમુખ સહીત બોડીની જાહેરાત થયા બાદ મંડળના સભ્યો, સંસ્થાના આચાર્ય સહીત મિત્રો અને ટેકેદારોએ ફૂલછડી આપીને શુભેચ્છાઓ આપી હતી. તો હિંમતનગર કેળવણી મંડળની અગામી બેઠક ઉત્તરાયણ બાદ મળશે.આ અંગે હિંમતનગર કેળવણી મંડળના નવા વરાયેલા પ્રમુખ હેમંત મહેતાએ જણાવ્યું હતું કે, હિંમતનગર નગરની હિંમત હાઇસ્કુલમાં આજે નવા ચુંટાયેલા કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ સહીત નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઇ હતી. 11થી વધુ સંસ્થાઓ કેળવણી મંડળ સંચાલિત છે અને અગામી દિવસમાં સૌને સાથે રાખીને સંસ્થાનો વિકાસ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.