સાબરકાંઠા સહકારી બેન્કની નિયામક મંડળની ચૂંટણી યોજાશે
સાબરકાંઠા બેન્કની ચૂંટણીનું જાહેરનામું 20મી જૂનના રોજ પ્રસિદ્ધ થયા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસથી ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પોતપોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ લેવા માટે પહોંચી ગયા હતા. 200 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમવારે 460, મંગળવારે 61, જ્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ 63 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરતા કુલ 173 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી પૂર્ણ કરાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જોકે હાલ તો ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેડ આપવા માટેની કવાયત કરવામાં આવી રહી છે. ત્યારે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.