અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમા ઈડર શહેર સંપૂર્ણ બંધ
સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમા જય ભીમ યુવા સંગઠન ઈડર તેમજ ઈડર તાલુકો અને એકલવ્ય ટ્રાઈબલ યુવા સંગઠન ઈડર દ્વારા ઈડર શહેરમા પણ સંપૂર્ણ બંધ પાળવામા આવ્યો હતો જેમા વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા પણ સમર્થન અપાયુ હતુ.
અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંગઠનના અગ્રણીઓ અને યુવાનો જૂના પોલીસ સ્ટેશન સંવિધાન ચોક ખાતે એકત્ર થઇ ઈડર ટાવરથી રેલી સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બેસી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અનામત બચાવોના પોસ્ટર અને બેનર સાથે ઈડર પ્રાંત કચેરી ખાતે જઇ વિવિધ માંગણીઓને લઈ રજૂઆત સ્વરૂપે આવેદનપત્ર આપ્યુ હતુ.
સાથે અનુસુચિત જાતિઓમા એકતા જળવાઇ રહે તથા દેશમા શાંતિ-સુલેહ જળવાઇ રહે તથા નાગરીકોમા અસંતોષકારી ભાવના ન પ્રગટે તે માટે વિવિધ માંગણીઓ કરાઈ છે ઈડર શહેરમા સંપૂર્ણ બજાર બંધ રહ્યા હતા અને ઈડરમા એસસી એસટી સમાજ દ્વારા શિસ્ત અને શાંતિપૂર્ણ રીતે બંધ પાળાયો હતો.