પ્રાંતિજના મોયદમાંથી ઇકો કારનું સાઈલેન્સર ચોરાયુ

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજ સહિત તાલુકામાં એક પછી ઇકો કારમાંથી સાયલેન્સર કાઢી જુના સાઈલેન્સર લગાવી ચોરી કરતી ગેંગ સક્રીય થઇ છે. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાંથી અત્યાર સુધીમા આઠથી વધુ ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરીની ઘટનાઓ બની હોવા છતાં પણ પોલીસ પકડથી સાઈલેન્સર ચોરી કરતી ગેંગ દુર છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના મોયદ ગામમાં પણ 21 ડીસેમ્બરની રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરેલી ઇકો કારનું સાઈલેન્સર કાઢી તેની જગ્યાએ જુનુ સાઈલેન્સર નાખીને સાયલેન્સર ચોરો નાસી ગયા હતા. જે અંગે પ્રાંતિજ પોલીસ મથકમાં વિપુલકુમાર રઘુભાઇ દેસાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાઈલેન્સર ચોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.