પેટ્રોલિંગ દરમિયાન હઠોજ ગામના ગૌચરમાંથી રાજસ્થાનના શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા SOG વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હઠોજ ગામના ગૌચરમાંથી રાજસ્થાનના શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો હતો. આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સાબરકાંઠા SOGના PI એન.એન.રબારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOGનો સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારના હઠોજ ગામની સીમમાં આવેલા ગૌચરમાંથી રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ઝાડોલ તાલુકાના દૈયા પોસ્ટના ટીન્ડોરીમાં વોર્ડ નં 1માં રહેતા બાબુલાલ વેલારામ ગરાસીયા પાસેથી દેશી બનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલ બંદૂક રૂ. 5 હજારની મળી આવી હતી. જેને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.