હિંમતનગરના દુર્ગા રેલવે ઓવર બ્રિજનું કામ દિવાળી પહેલાનું બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવર બ્રિજ મંજુર થયા બાદ તેની કામગીરી શરુ થઇ હતી. જે કામગીરી વારંવાર ટેકનિકલ ખામીને લઈને અટવાયેલી જોવા મળે છે. ત્યારે નવરાત્રિ બાદ શરુ થયેલી કામગીરી દિવાળી પહેલા બંધ થઇ ગઈ હતી અને હાલમાં પણ બંધ છે. બીજી તરફ કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશનમાં ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજારના રેલવે ઓવર બ્રિજ માટે સરકારે રૂ.19.35 કરોડ મંજુર કર્યા હતા. ત્યાર બાદ ટેન્ડર પ્રક્રિયા થયા બાદ એજન્સીએ કામગીરી હાથ ધરી હતી. વારંવાર ટેકનિકલ ખામીને લઈને કામગીરી બંધ થઇ જાય છે. ત્યારે નવરાત્રિ બાદ કામગીરી શરુ થઇ હતી. જે કામગીરી થોડો સમય થયા બાદ દિવાળી પહેલા જ કામગીરી બંધ થઇ છે.


આ રેલવે ઓવર બ્રિજ જૂની સિવિલ સર્કલથી શરૂ થશે. બે તરફ એબડમેન્ટ અને 15 પિલર પર તૈયાર થશે. 623 મીટર લાંબો અને સાડા સાત મીટર પહોળો દોઢ વર્ષમાં 19.35 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનશે. 18 મહિનામાં તૈયાર થનાર રેલવે ઓવર બ્રિજની કામગીરી આઠ મહિના કરતા વધુ સમય થયો છે અને હજી કામગીરી પાઈલ કરવાની ચાલી રહી છે જે કામગીરી પણ હાલમાં બંધ છે.પતરાની આડશો વચ્ચે કામગીરી બંધ વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા હિંમતનગર નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલા LC ફાટક નંબર 82 રેલવે ઓવર બ્રિજ મંજુર થયેલ હોવાથી રેલ્વે ઓવર બ્રિજની કામગીરી શરૂ થયેથી સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં પાંચબત્તીથી ટાવર સર્કલ થઈ ઓવર બ્રિજથી મહાવીરનગર તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રતિબંધિત વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે. આ જાહેરનામું તા. 19 મે 2024 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.