હિંમતનગરના માકડી નજીક અલ્ટો કાર કેનાલના પાણીમાં ખાબકી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માકડી નજીક કેનાલના વહેતા પાણીમાં અચાનક અલ્ટો કાર કેનાલમાં ખાબકી હતી. આસપાસના લોકો દોડી આવી કારમાંથી લાલપુર ગામના ત્રણ જણાને બચાવી લેવાયા હતા અને કારને ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારે મોડી સાંજે કેનાલ નજીક રોડ પરથી માકડી તરફ એક અલ્ટો કાર જઈ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કેનાલના પાણીમાં ખાબકી હતી. ત્યારે ચાલક સહિત ત્રણ જણા કેનાલમાં પડતા બૂમાબૂમ થઈ હતી અને લોકોએ દોડી આવીને કેનાલમાં પડેલા ત્રણેયને લોકોએ બચાવી લીધા હતા. બીજી તરફ કારને આસપાસના લોકોની મદદથી ટ્રેક્ટર વડે બહાર કાઢી લીધી હતી. કાર કેનાલમાં ખાબકવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.