હિંમતનગર રેલ્વે સ્ટેશનની DRMએ મુલાકાત લીધી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં રેલ્વે સ્ટેશન પર ગતરોજ અમદાવાદ રેલવેના DRM ઇન્સ્પેકશન રેલ પરખમાં આવી પહોંચ્યા હતા અને સ્ટેશનની મુલાકાત લીધી હતી. તો સાથે સેક્શનના અધિકારીઓ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર રેલ્વે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું 12 દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-ખાતમુહુર્ત કર્યું હતું. અમદાવાદ રેલવેના DRM સુઘીરકુમાર શર્મા અધિકારીઓ સાથે ઇન્સ્પેકશન રેલ પરખમાં શુક્રવારે બપોરે 1 વાગે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં હિંમતનગર સેક્શનના અધિકારીઓ જોડાયા હતા. અંદાજીત 40 મિનીટ જેટલો સમય રોકાણ દરમિયાન સ્ટેશન, PRS ઓફીસ, RPF પોલીસ ચોકી અને પ્લેટફોર્મની મુલાકાત લીધી હતી.ઉપરાંત સ્ટેશન બાર નવીન બનનાર અમૃત ભારત રેલ્વે સ્ટેશનને લઈને જગ્યાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. હિંમતનગર રેલ્વે સ્ટેશન અને આસપાસ ફરીને મુલાકાત લીધા બાદ ઇન્સ્પેક્શન રેલ પરખમાં પરત ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 6 ઓગસ્ટને રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ રાજ્યોમાં રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ કરી 508 સ્ટેશનો પર ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ કામગીરી શરૂ થઈ હતી. ત્યારે ઇ-ખાત મુહૂર્ત કર્યાને 12 દિવસ બાદ અમદાવાદ DRMએ હિંમતનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.