સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકથી પીકઅપ ડાલાના ગુપ્ત ખાનામાંથી બીયરના ટીન સાથે ચાલક ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકથી LCB મળેલી બાતમી આધારે પીકઅપ ડાલાના ગુપ્ત ખાનામાંથી રૂ. 90 હજારના 720 બીયરના ટીન મળી આવ્યા હતા. 5.95 લાખનો મુદ્દામાલ કબજે લઈને ચાલકને ઝડપી લીધો હતો. વડાલી પોલીસ સ્ટેશનમાં ફરાર બે સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.
આ અંગે LCBમાંથી મળેલી માહિતી મુજબ, LCB PSI ડી.સી.પરમાર અને સ્ટાફ ભાદરવી પુનમને લઈને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમી આધારે વડાલી પાસે રામજી બાપા શારદા મંદિર પાસે રોડ પર વોચમાં હતા. દરમિયાન રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને ખેડબ્રહ્મા તરફથી વડાલી તરફ આવતું પીકઅપ ડાલા નં GJ-09-AU-8969 રોકીને પાછળના બોડીના ભાગે જોતા પતરાની નીચે ગુપ્તખાનું બનાવ્યું હતું. જેમાંથી બિયરના 720 ટીન રૂ. 90 હજાર, મોબાઈલ ફોન એક રૂ. 5 હજાર, પીકઅપ ડાલું રૂ. 5 લાખ મળી કુલ રૂ. 5,95,000નો મુદ્દામાલ કબજે લઈને ઝડપાયેલા ચાલક સહિત ત્રણ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
પકડાયેલો આરોપી: સરતાનભાઈ નાગજીભાઈ મોતીભાઈ રબારી (ઉવ.26 રહે.કઠવાવડી, રબારી ફળિયું, તા.વિજયનગર, જિ.સાબરકાંઠા)