ખેડબ્રહ્મા મૂકામે આગામી 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મૂકામે આગામી 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરવામાં આવશે. જેને લઈને હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલથી ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલના મેદાનમાં પરેડ પ્રેક્ટિસ થશે. ખેડબ્રહ્મા ખાતે આવેલી જ્યોતિ હાઈસ્કૂલના મેદાનમાં 26મી જાન્યુઆરી 2024એ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. જેને લઈને રાષ્ટ્રીય પર્વની ઊજવણી પ્રસંગે પોલીસ પરેડ, ડોગ શો, જ્યોતિ હાઈસ્કૂલ દ્વારા યોગ નિદર્શન અને ખેડબ્રહ્માની જુદી જુદી શાળાઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ત્યારે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ પરેડની પ્રેક્ટીસ ચાલી રહી છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રોજ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ, GRD, હોમગાર્ડ, NCCના વિધાર્થીઓ પોલીસ બેન્ડ સાથે કદમથી કદમ મિલાવવા માટેની પ્રેક્ટીસ કરી રહ્યા છે. એક તરફ પ્રેક્ટીસ બીજી તરફ કાર્યક્રમને આખરી ઓપ આપવાના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે 24 જાન્યુઆરીએ રીહર્સલ પણ કરવામાં આવશે. હિંમતનગર પરેડ ગ્રાઉન્ડ પર 17 જાન્યુઆરીથી પ્રેક્ટિસ ચાલી રહી છે. ત્યારે આવતીકાલથી ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલના મેદાનમાં પરેડ યોજાશે.