સાબરકાંઠા જિલ્લાના પોશીનાના સાધુફળો પ્રાથમિક શાળા આચાર્યની ધરપકડ : આજે સાંજે ઇડર પોક્સો કોર્ટમાં રજૂ કરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના સાધુફળો પ્રાથમિક શાળામાં આચાર્યની ચાર દિવસ પહેલા સગીરાની છેડતી કરવાના ગુનામાં પોશીના પોલીસે ગત સાંજે ધરપકડ કરી હતી. આજે સાંજે ઇડરની પોક્સો કોર્ટમાં આચાર્યને રજૂ કરવામાં આવશે. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે, સેબલિયા (પો)ના સાધુફળો પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય પરિમલભાઈ જગજીવનભાઈ ખરાડીએ શાળાના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા સગીરાના પિતા અને સગીરા 14 ઓગષ્ટના રોજ સાંજે સફાઈ કામ કરતા હતા. તે દરમિયાન સગીરાની છેડતી કરી હતી. જેને લઈને સગીરાના પિતાએ પોશીના પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે આચાર્ય સામે છેડતી અને પોક્સો મુજબ ગુનો નોધ્યો હતો. દરમિયાન ખેડબ્રહ્મા CPIએ બુધવારે સાંજે 4.30 વાગે શાળાના આરોપી આચાર્ય પરિમલ ખરાડીની ધરપકડ કરી કાર્યવાહી શરુ કરી હતી. આજે સાંજે ઇડરની પોક્સો કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે. જેને લઈને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.આ અંગે તપાસ કરનારા CPI જીજ્ઞેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, આચાર્યની ધરપકડ કરવામાં આવી છે અને ઇડર પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ દ્વારા પણ આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યું હતું કે, સાધુફળો પ્રાથમિક શાળાના આચાર્ય સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ વિભાગે તપાસ શરુ કરી હતી અને સાધુફળો પ્રાથમિક શાળાના આચાર્યને ફરજ મોકૂફ કરી તાલુકા પ્રાથમિક કચેરીએ હેડક્વાર્ટર આપવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.