ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલાં નોંધાયેલ ચોરીના ગુનાનું એક્ટિવા સાથે શખ્સની અટકાયત

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મહેતાપુરા ઢાળ પાસેથી બી ડિવિઝન પોલીસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલાં નોંધાયેલ ચોરીના ગુનાનું એક્ટિવા સાથે શખ્સને ઝડપી લઈને બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.દરમિયાન બાતમી આધારે પોલીસે મહેતાપુરા નદીના ઢાળ પાસે વોચ કરીને હસનનગરથી નંબર વગરની એક્ટિવા લઈને મોહમ્મદશાહરુખ મોહમદભાઈ અબ્દુલભાઇ શેખ (ઉં.વ.27 ડી બ્લોક રૂમ નં 12 હસનનગર આવાસ યોજનાના મકાનમાં) આવતો હતો. જેને રોકી પોકેટ કોપ અને ઇ ગુજકોપમાં તપાસ કરતા એક્ટિવા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલાં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસે રૂ.25 હજારના એક્ટિવા સાથે શખ્સને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.