ડિઝાઇનર પતંગ અને મોટરવાળી ફિરકીની આ વખતે માંગ વધી

સાબરકાંઠા
સાબરકાંઠા

ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને શનિવારે પણ બાળકો યુવાનોને પતંગ ઉડાડવાનો મોકો મળી રહેવાનો છે ત્યારે પતંગ દોરીના ભાવ પણ ગત વર્ષ જેટલા જ હોવાનું અને પતંગ રસિયા મન મૂકીને નવી વેરાઈટી સહિત પારંપરીક ચીલ, ખંભાતી પતંગ અને દોરીની ખરીદી કરશે તેવું વેપારીઓ દ્વારા જણાવાઇ રહ્યું છે.

વેપારીઓના મતે પતંગ અને દોરીના વ્યવસાયમાં હજુ ઓટ આવી નથી. છેલ્લા બે દિવસ દરમિયાન પતંગ રસિયા મન મૂકીને ખરીદી કરે છે. પતંગ દોરીના વ્યવસાયી મિતેશભાઇ મોદીએ જણાવ્યું કે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ હોવાથી પારંપરીક દોરી ફિરકીઓના વેચાણમાં તેજી છે.

દોરી અને પતંગ બંનેમાં નવી વેરાયટી આવી ગઈ છે તાઇવાનના ડિઝાઇનર પતંગ અને પતંગ રસિયાઓની પહેલી પસંદ એવા વિવિધ પ્રકાર અને રંગના ચીલ પતંગનું ગત વર્ષની કિંમતે જ વેચાણ થઈ રહ્યું છે. કિન્ની બાંધેલા પતંગ પણ આ વખતે પતંગ રસિયાઓને ઉપલબ્ધ કરાવીશું તથા મોટરવાળી ફિરકી પણ આવી ગઈ છે. દોરી વીંટવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. ચાર તારથી માંડી 12 તાર દોરીના ભાવ પણ ગત વર્ષ જેટલા છે. પતંગ દોરીના ભાવમાં કોઈ વધઘટ થઇ નથી.

અન્ય એક વેપારી હિમાંશુભાઈ પંડ્યાએ જણાવ્યું કે ઉત્તરાયણની છેલ્લા બે દિવસમાં જ ખરીદી થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક વેચાણ કરતા વેપારીઓએ પણ આ વખતે મોટા પાયે ખરીદી કરી છે. ભાવમાં કોઈ વધારો થયો નથી. ડિઝાઇનર પતંગ અને મોટરવાળી ફિરકીની આ વખતે માંગ વધી છે.

20 નંગ પતંગના ભાવ

કલર ચિલ સફેદ 80

રંગીન ચિલ 100

રામપુરી ચિલ 130

ખંભાતી ચિલ 130

અડદિયા 180

પુનીયા પતંગ 220

જયપુરી વાઇટ 150

આખા પતંગ 400

રંગીન રોકેટ 100

કિન્ની બાંધેલા પતંગ 110 થી 160

દોરીના ભાવ

  • એક રીલ દોરી રૂ.200
  • 2 રીલ દોરી 400
  • 3 રીલ બરેલી દોરી 600
  • 5 રીલ બરેલી દોરી 700 થી 1200

નવી વેરાયટીમાં: પ્રીમિયમ ગોલ્ડ 1300,શબ્બીર બેગ 1500,123 આર્ટિકલ (કાલા સોના, લચ્છી દોરી નાસીર) 1500 થી 1700,8400આર્ટિકલ બંગાલ ટાઈગર 2000,તાઇવાન પતંગ 130-400 સુધના


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.