ઇડર પાંજરાપોળમાં 116 ગાય-વાછરડાંનાં મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર પાંજરાપોળમાં બુધ-ગુરૂવાર દરમિયાન આવેલો મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ 230 જેટલા પશુઓને ખોરાકી ઝેર (આફરો ચડવો)ની અસર થઇ હતી. જેમાં પાંજરાપોળ અને પશુપાલન વિભાગના ચાર તબીબોની સઘન સારવાર છતાં 87 વાછરડાં અને 27 ગાયો મળી 116 પશુઓનાં બુધવાર બપોરે મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો હતો.

બીજી બાજુ આટલી મોટી કમનસીબ ઘટના છતાં પાંજરાપોળ સંચાલકો દ્વારા માત્ર 25નાં મોત થયાની જાહેરાત કરાઇ હતી. જોકે, પશુપાલન વિભાગે સત્તાવાર રીતે 116 ગાય-વાછરડાનાં મોત થયાંનો ઘટસ્ફોટ કરતાં પાંજરાપોળનું જુઠ્ઠાણું બહાર આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં અબોલ પશુઓનું નિર્વહન કરતી એકમાત્ર ઇડર પાંજરાપોળ 880 એકર વિસ્તાર ધરાવે છે અને હાલમાં 1976 પશુઓની સારસંભાળ લેવાઇ રહી છે. દાતાઓનું લાખોનું દાન પણ આવે છે. પાંજરાપોળ સૂત્રો મુજબ, ગત બુધવારે બોરસદ અને દહેગામ બાજુથી મકાઇનો લીલો ઘાસચારો લવાયો હતો.

230થી વધુ પશુઓએ આ ઘાસચારો ખાધા બાદ થોડા કલાકોમાં ગાય-વાછરડાની સ્થિતિ બગડવા માંડી હતી. જેથી પાંજરાપોળના બે પશુચિકિત્સક અને પશુપાલન વિભાગના બે ચિકિત્સકોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ 116 ગાય-વાછરડાનાં મોત થયાં હતા. જ્યારે 100થી વધુ પશુઓને બચાવી લેવાયાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.