હિંમતનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 અંતર્ગત દયાશંકર હરિશંકર જોશી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં-શામળાજી નેશનલ હાઈવે પર આવેલી ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે આજે (CTMBS-2024)ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી દયાશંકર હરિશંકર જોશી ક્રિકેટ કપ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈ સહિત આઠ શહેરોમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની મેચનો સવારથી પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં સમાજના પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક અને યુવતીઓ ડ્રેસકોડમાં ઉપસ્થિત રહીને પોતાની ટીમનું ચીયરીંગ કરી ખેલાડીઓનોઉત્સાહ બમણો કર્યો હતો.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં શામળાજી નેશનલ હાઇવે 48 પર આવેલી સર્વોદય હોટલ પાસે ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબ ખાતે રવિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના હિંમતનગર એકમ દ્વારા આયોજન CTMBS-2024 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સવારે 7.30 વાગેથી મેચનો પ્રારંભ થયો હતો. ધ ગેલેક્ષી સ્પોટ્સ ક્લબના વિશાળ ગ્રીન ગ્રાઉન્ડ પર એક સાથે બે મેચો શરુ થઇ હતી. આ ટુર્નામેન્ટમાં મુંબઈથી એક, બરોડાથી બે, અમદાવાદથી બે, હિંમતનગરની એક, ઇડરની બે, વાપીની એક અને સુરતની એક એમ કુલ આઠ શહેરોમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો.


ટુર્નામેન્ટમાં છ લીગ મેચ, બે સેમીફાઈનલ અને સાંજે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ પર છ ઓવરની રમાડવામાં આવી હતી. આ આયોજનથી દૂર દૂર રહેતો સમાજ એક જગ્યાએ એકઠો થાય, જેને લઈને સમાજના લોકોની એકબીજાની સાથે ઓળખાણ તેમજ સામાજિક સમરસતા એકાત્મકતાનો ભાવ ઉભો થાય માટે આયોજન કરવામાં આવ્યું હતું.હિંમતનગરના સમાજના યુવક-યુવતીઓ, મહિલાઓ સહિત સમાજના અગ્રણીઓ ઉપરાંત વિવિધ શહેરમાંથી ભાગ લેનાર ટીમો સાથે પણ સમાજના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની ટીમનું ચીયરીંગ કર્યું હતું અને ક્રિકેટ રમતા ખેલાડીઓના ઉત્સાહ બમણો કરી દીધો હતો. મેદાનમાં એક પછી એક વિવિધ ટીમોના ખેલાડીઓએ દ્વાર ચોગ્ગા અને છક્કા મારતા મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકોને ચિચિયારીઓ વધાવ્યા હતા.આ પ્રસંગે સમાજના પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટની સાથે સાથે સામાજિક સમરસતાનો ભાવ જળવાય અને દૂર દૂર રહેતા સમાજના લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ આવે તેવો સંદેશો પણ આપતી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત મુંબઈ ખાતે થઈ હતી. ત્યારબાદ વાપી, વડોદરા, સુરત, અમદાવાદ બાદ આજે હિંમતનગર ખાતે યોજાઈ હતી. વિજેતા અને રનર્સઅપ ટીમોને અને વિશિષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે હિંમતનગર એકમ CTMBS ટીમના પ્રમુખ દીપકકુમાર ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ ત્રિવેદી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી ચેતનભાઇ ઉપાધ્યાય સહિતના યુવા કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવીને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.