ફરિયાદ : ગાડી પાર્કિંગ કરવા મામલે દંપતીને 2 શખ્સે મારમાર્યો
હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ ડીસન્ટ પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારને બાજુની સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ ગાડી પાર્ક કરવા મામલે બોલચાલ દંપતી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ ડિવિઝનમાં 2 સામે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડીસન્ટ પાર્ક સોસાયટીમાં રહેતા વૃંદાબેન પ્રજાપતિ મંગળવારે બપોરે ઘર આગળ ઊભા હતા ત્યારે કેશવ હેરિટેજ ફ્લેટમાં રહેતા શૈલેષભાઈ અમીચંદભાઈ પંચાલ અને તેમનો દીકરો નૈતિક પંચાલ ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વૃંદાબેનના ઘર આગળ રસ્તા પર ગાય બેસેલી હતી અને ઘર આગળ ગાડી પાર્ક કરેલી હતી. જેથી શૈલેષભાઈ રોષે ભરાઈ જઈ વૃંદાબેનને કહ્યું કે બીજીવાર અહીંયા ગાડી પાર્ક કરશો તો ઠોકીને દઈશ કહીં અપશબ્દો બોલ્યા હતા. વૃંદાબેનના પતિ ઋષભાઈ ઘરમાંથી બહાર આવી અપશબ્દો બોલવાની ના પાડતાં ગડદાપાટું મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પતિ-પત્નીને ઈજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. વૃંદાબેને એ ડિવિઝન પોલીસ મથકે શૈલેષભાઈ પંચાલ અને નૈતિક પંચાલ સામે ફરિયાદ નોંધાવી હતી.