ચેકિંગ હાથ ધરાયું : જ્યુસ સેન્ટરો સામે પાલિકા અને આરોગ્યતંત્ર દ્વારા કડક કાર્યવાહી
મોડાસા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જ્યુસ સેન્ટરો પર ચેકિંગ હાથ ધરાયું; અખાદ્ય વસ્તુઓનો નાશ કરી 4800 રૂપિયા દંડ વસુલ્યો હાલ ઉનાળામાં ગરમીએ માજા મુકી છે, એવામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા જ્યુસ અને રસ કેન્દ્રોમાં હલકી ગુણવત્તાવાળા ફળ અને કેમિક્લ યુક્ત કલરને લઈ જ્યુસ અને ઠંડો રસ પીનાર ગ્રાહકો બીમાર થવાનો ભય રહે છે. ત્યારે આવા જ્યુસ સેન્ટરો સામે પાલિકા અને આરોગ્યતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આવી જ કામગીરી મોડાસા પાલિકા દ્વારા કરાઈ હતી.
સાંજના સુમારે મોડાસા પાલિકાના સેનેટરી અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ધમધમતા જ્યુસ સેન્ટરોમાં વપરાતા ફળફળાદી અને તેમાં વપરાતા ફૂડ કલરની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના જે.જે.જ્યુસ સેન્ટરો પર ચેકિંગ હાથ ધરાયું હતું. પાલિકાની ટીમે શહેરના જ્યુસ સેન્ટરોમાંથી 125 કિલો જેટલી અખાદ્ય કેરીઓનો નાશ કર્યો અને કેરીના રસ માટે પીળા રંગના ફૂડ કલર દ્વારા તૈયાર કરાયેલા ચાસણી પણ ગટરમાં પધરાવી નાશ કરાયો હતો. બધા સેન્ટરો પરથી દંડનીય કાર્યવાહી કરીને કુલ 4800 રૂપિયાનો દંડ કરાયો હતો. સમગ્ર હકીકતની જાણકારી મોડાસા પાલિકાના ચીફ ઓફિસર જણાવી હતી. આમ મોડાસા પાલિકાની કામગીરીથી શહેર અને આસપાસના ગામોમાં ચાલી રહેલા જ્યુસ સેન્ટરના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.