શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી મંદિર પરિસર ગૂંજ્યું
શામળાજી મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ શરૂ થઈ ગયો છે. 12ના ટકોરે મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યાં છે. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી છે. ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનને મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી. હાલ ભગવાન કૃષ્ણની આરતી ચાલી રહી છે. સમગ્ર મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો‘ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ‘જય રણછોડ માખણ ચોર’થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શામળાજી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને નવા શણગાર કરી પટ ખોલી દેવામાં આવ્યા છે. પૂજારી શંખનાગ સાથે પ્રભુની આરતી ઉતારી રહ્યા છે.