બટાકાના પાકમાં સુકારાનો રોગ અને સતત વાદળછાયું વાતાવરણના કારણે ખડૂતોમાં ચિંતાનું મોજું
હિંમતનગર: બટાકાનું વાવેતર કરતા ખેડુતોની હાલત હાલ કફોડી બની છે. મોટા ભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યુ છે તો બીજી તરફ ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે લોકોને ચિંતા સતાવી રહી છે કે, બટાકાના ઓછો ઉત્પાદનને કારણે ભાવમાં વધારો પણ થઇ શકે છે.
આ વખતે બટાકાનું વાવેતર સારા પ્રમાણે થયું છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં 27 હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. એમા પણ મોટા ભાગના ખેડુતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્રારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ 50થી 55 હજારનો ખર્ચ થાય છે.
હાલની પરિસ્થિતિ એવી બની છે કે, બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. ત્યારે ખેડુતો પણ હાલ તો બટાકા નિકાળી રહ્યા છે ત્યારે આમ તો આ સિઝન દરમિયાન સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડુતોનું અનુમાન હતુ તો આ ઉપરાંત ફુગ જન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવુ પણ એક અનુમાન સામે આવ્યુ છે…